ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર તાલુકાના બીલપુડી ગામે એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટીંગ ગ્રુપ, એગ્રો અસોસિયેશન, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, Rainbow warrior’s dharampur તથા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો હતો, જેનું ઉદઘાટન ડૉ. હેમંત પટેલ સાઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
Rainbow warrior’s dharampur ની અનોખી પરંપરા મુજબ બીલપુડી ગામના હાલમાં જ ભારતીય આર્મીમાંથી નિવૃત્ત થયેલા જવાન અશોકભાઈ ગવળીનું શાલ ઓઢાડીને પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. હેમંતભાઈ પટેલે રકતદાન જાગૃતિ માટેના પ્રયત્નોને બિરદાવી જણાવ્યું કે, એક રકતદાનથી ૩ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી રકતદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ દ્વારા તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ એ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ધર્મેશ માહલા, કપિલભાઈ તથા એગ્રીકલ્ચર સેલ્સ એન્ડ માર્કેટિંગ ગ્રુપ, એગ્રો એસોસિયન ગ્રુપ તથા રેઈન્બો વોરિયર્સ ગ્રુપના કો-ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.