વલસાડ
આજરોજ તારીખ ૧૪ નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ દિવસ નિમિત્તે વલસાડના હાલર રોડ ડોકટર હાઉસ સામે આવેલ “માઁ ડાયાબીટા કેર”દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ સારવાર તેમજ નિવારણ માટે લોકો માં જાગૃતતા લાવવાના શુભ આશ્રય સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીને સફળ બનાવવા માટે સન્ડે સ્પોર્ટસ ગૃપના સભ્યોએ સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડાયોબીટોલોજિસ્ટ ડૉ. ભાવેશ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા.