ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના છરવાડા ગામમાં ગણેશનગર ખાતે માજીસા કિરાણાની સામે કાંતિભાઈની ચાલમાં બીજા માળે રૂમ નં. ૮માં રહેતો ૩૮ વર્ષીય પૃથ્વીરાજ લુમસિંહ રાજપુરોહિત (મૂળ રહે. કાલુડી ગામ, પો. બાલોદરા, તા.પસપદરા, જિ.બાલોદરા, રાજસ્થાન) તા. ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૯ કલાકે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી પરિવાજનોએ વાપીના ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર પૃથ્વીરાજે લાઈટ બ્લ્યુ કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતું. જે ગુજરાતી, હિન્દી અને મારવાડી ભાષા જાણે છે. શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જે કોઈને પણ તેમની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.