ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા રાજવીર રેસિડેન્સી, બી-વિંગ, ફ્લેટ નં.૨૦૧ ખાતે રહેતા (મૂળ રહે. પોસ્ટ-દીગહવા દુબવલી, થાના-વેકુટપુર, જિલ્લા-ગોપાલગંજ, બિહાર) ૩૧ વર્ષીય રીનાબેન મનોજ રાય તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજે ૭-૦૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી ઓરવાડા શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા જાઉં છું કહીને ક્યાંક જતા રહ્યા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર રીના મજબૂત બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે નારંગી કલરનો પંજાબી ડ્રેસ કુર્તો, સલવાર, દુપટ્ટો અને નારંગી કલરની શાલ ઓઢેલી હતી તેમજ બ્રાઉન કલરના બુટ પહેરેલા હતા. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.