ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના નાની દાંતી, દાદાઈ સ્ટ્રીટ ખાતે રહેતા જાનકીબેન બાલકૃષ્ણભાઈ ટંડેલના પુત્રી ૨૪ વર્ષીય દર્શનાબેન બાલકૃષ્ણભાઈ ટંડેલ જે અંધ છે તેઓ તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મળસ્કે ૪-૫૨ વાગ્યા આસપાસ વલસાડના નનકવાડા અંધ શાળા આશ્રમ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર દર્શનાબેન મજબૂત બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે મરૂન ટપકાવાળો અને કાળા કલરની ઓઢણી પહેરેલા હતા. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે તથા બોલે છે. જે કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો ટે.નં.૦૨૬૩૨-૨૪૪૨૩૩ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.