ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપીના પીપરીયા ખાતે શાંતિનગરમાં રમણભાઈની ચાલમાં રૂમ નં. ૦૯માં એકલી રહેતી ૨૨ વર્ષીય પ્રિતીકુમારી ચંદનકુમાર શિવશરણ પ્રસાદ (મૂળ રહે. ખોજપુરા ગામ, પો.પેલ્હાડ, થાના એકંગસરાઈ, જિ.નાલંદા, બિહાર) તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રાત્રિના ૮ વાગ્યાથી તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના સવારે ૮-૩૦ વાગ્યા દરમિયાન ક્યાંક નીકળી ગઈ હતી. જે મુંગી અને બહેરી છે.
શરીરે મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને ઉંચાઈ સાડા ચાર ફૂટ ધરાવે છે. જેનો કોઈ પત્તો ન લાગતા પતિ ચંદનકુમાર પ્રસાદે ડુંગરા પોલીસ મથકે પત્ની પ્રિતી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. જે કોઈને પણ તેમની ભાળ મળે તો ડુંગરાા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.