ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકાના આછવણી ગામના કોલ ફળિયા ખાતે રહેતી સોનલબેન જયદીપભાઇ પટેલ (ઉંમર વર્ષ 21) પોતાના ઘરની પાછળ આવેલી પેજારીમાં કોઈ અગમ્ય કારણોસર કચરુ મારવાની ઝેરી દવા ગટગટાવી જતા તેમને સારવાર અર્થે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.જ્યાં તા.12.03.2024 ના રોજ ફરજ પરના તબીબે મરણ જાહેર કરતા પરિવારમાં ભારે ગમગમી ફેલાઈ જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે ખેરગામ પોલીસને જાણ કરતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઘટનાની વધુ તપાસ નવસારી નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાયે હાથ ધરી હતી.