વલસાડ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ગાંધીનગરનો ૧૯ વર્ષીય યુવક ગુમ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગાંધીનગરના મેદરા ગામમાં પટેલવાસ ખાતે ૫૩ નંબરના ઘરમાં રહેતા ૪૩ વર્ષીય શીલાબેન સંજયકુમાર પટેલ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પોતાના બે દીકરા વિશ્વમ ઉર્ફે રંગીલો (ઉ.વ.૧૯) અને જેનીલ (ઉ.વ.૬) સાથે ગામથી મુંબઈ જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનથી બપોરે બે વાગ્યે મુંબઈની ટીકીટ લઈ ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠા હતા. તે સમયે બંને દીકરા તેમની સાથે બેઠા હતા.

ત્રણ-ચાર સ્ટેશન પસાર થયા બાદ શીલાબેનને ઉંઘ આવતા તેઓ સૂઈ ગયા હતા. રાત્રિના ૧૧ થી ૧૨ વાગ્યાના ગાળામા વલસાડ રેલવે સ્ટેશન આવતા તેઓ ઉંઘમાંથી જાગી ગયા હતા. તે સમયે તેમની પાસે બેઠેલો મોટો દીકરો વિશ્વમ દેખાયો ન હતો. જેથી ટ્રેનમાં શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી વલસાડ રેલવે પોલીસ મથકમાં દીકરો વિશ્વમ ગુમ થયો હોવાની જાણ કરી હતી. જે કોઈને પણ તેની ભાળ મળે તો વલસાડ રેલવે પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!