બ્રાઝીલના સાઓ પાઉલોની ચોંકાવનારી ઘટના
લંડન: બ્રાઝીલના સાઓ પાઉલોમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં કારમાં શારીરિક સંબંધ બનાવતી વખતે ૧૫ વર્ષની યુવતીને હાર્ટ એટેક આવવાથી મોત થઈ ગઈ હતી. પોલીસે કહ્યું કે કોઈ પ્રકારની હિંસાના કોઈ નિશાન નથી. જોકે મામલાને શંકાસ્પદ રીતે મોતના રૂપમાં જોઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે સાઓ પાઓલોની એક ૧૫ વર્ષની યુવતીનું એક ૨૬ વર્ષીય વ્યકિત સાથે શારીરિક સંબંધ બંધતી વખતે હૃદય રોગના હુમલાના કારણે મોત થઈ ગયું છે.
૨૬ વર્ષીય વ્યકિતએ પોલીસને જણાવ્યું કે હું અને ગ્રેબિયલી ડિકસન અમારી કારમાં શારીરિક સંબંધ બાધી રહ્યા હતા. તે વખતે ડિકસન બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ હું સાઓ પાઉલોના કયુબાટાઓમાં યુપીએ જાર્ડિમ કેસ્કિએરો મેડિકલ ફેસિલિટીમાં દાખલ કરાવવામાં આવ્યું. જયાં તેનું મોત થઈ ગયું.
શખ્સે જણાવ્યું કે, તે સમયે ગેબ્રિયલી ડિકસનના હોઠ અને ત્વચા પીળા પડી ગયા હતા અને તેના હાથ પાછળ વળી ગયા હતા. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જયાં ડોકટરોએ તેને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા અને સ્થાનીક સમય અનુસાર બપોરે ૧.૨૦એ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
ગેબ્રિયલી ડિકસનનની સારવાર કરનાર નર્સોને તેની યોનીમાં લોહી મળ્યું હતું. પોલીસે હિંસાને લઈને હોસ્પિટલ પાસે જાણકારી લીધી પરંતુ નર્સોએ કહ્યું કે તે હિંસાનો સંકેત નથી.
શખ્સે ૧૫ વર્ષની ગ્રેબિયલી ડિકસનની સાથે રિલેશનમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે ડિકસનના પરિવારે પોલીસને જણાવ્યું કે વ્યકિત સાથે તેના સંબંધ વિશે તેમને જાણ ન હતી. તેની સાથે જ પરિવારે જણાવ્યું કે એ વાત હજુ નક્કી નથી vકે ડિકસન કોઈ બિમારીથી પીડાઈ રહી હતી.