વલસાડની કુસુમ વિદ્યાલયમાં પૂર્વપ્રધાનમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૮મી જન્મજયંતિ ઉજવાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
ભારતના પૂર્વપ્રધાનમંત્રીશ્રી અને ભારતરત્નથી સન્માનિત સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૮ મી જન્મજયંતિની ઉજવણી તા. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વલસાડના તિથલ રોડ સ્થિત કુસુમ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે, ક્વીઝ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પુસ્તક સમીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ રૂપે પુસ્તકો આપવામાં આવ્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અર્ચનાબેન દેસાઈએ બાળકોને મોરારજીભાઈ દેસાઈ જેવા મહાન વિભૂતિઓના જીવનચરિત્રને વાંચી તેમના ઉચ્ચ વિચારો જાણી- સમજી બાળકોએ પોતાના ભાવિને ઉજ્જવળ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ બંકિમભાઈ દેસાઈ, ટ્રસ્ટી મૈત્રીબહેન, નિયોજક વિવેકભાઈ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!