ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણના કામે વિવિધ ટીમોમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કાર્યવાહી તેમજ પ્રક્રિયાઓના સતત દેખરેખ, માર્ગદર્શન તેમજ નિયંત્રણ માટે તાલીમનું આયોજન તા-૨૯-૦૨-૨૪ રોજ ૧૧:૦૦ કલાકે વલસાડના મોરારજી દેસાઈ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે ચૂંટણી ખર્ચ નિયંત્રણના કામે વિવિધ ટીમો જેવી કે FST, VST, SST, VVT, AT અને AEO જેવી ટીમોની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત આ ટીમોમાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક કરવામાં આવી હોઇ તેઓ આ તાલીમ અર્થે હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા વિવિધ ટીમોની કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. એક્શપેન્ડીચર મોનિટરિંગના સહ નોડલ અધિકારી અને જિલ્લા તિજોરી અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા c-vigil અને ESMS એપ અંગે તાલીમ આપવામાં આવી હતી.