વલસાડના પારનેરાની સાર્વ. માધ્ય. શાળામાં પર્યાવરણ શિક્ષણ અંતર્ગત “SAY NO TO PLASTIC” કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
પર્યાવરણ, વન અને જળ-વાયુ મંત્રાલયનાં પર્યાવરણ શિક્ષણ વિભાગ પ્રેરિત પર્યાવરણ શિક્ષણ અંતર્ગત શાળાનાં નિસર્ગ ઇકો ક્લબ દ્વારા ‘‘SAY NO TO PLASTIC’’ પ્લાસ્ટિક સામે પ્રતિકાર કરીએ વિષય પર વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક અને માધ્યમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્ય મહેમાન તરીકે પારનેરા ગ્રામ પંચાયતનાં સરપંચ ભરતભાઈ પટેલ તથા શાળાનાં પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પારનેરા સાર્વ. માધ્ય. શાળાનાં આચાર્ય કિરીટભાઈ આર પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું. ઇકો ક્લબનાં કન્વિનર મીતાબેન મિસ્ત્રીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તજજ્ઞ તરીકે કલ્યાણી શાળાના આચાર્ય સુનિલભાઈ યુ પટેલ દ્વારા પ્રથમ સેશનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અને TIDETURNERS PLASTIC CHALLENG વિષય પર વકતવ્ય આપી બાળકોને પ્લાસ્ટિક સમસ્યા અંગે ખ્યાલ આપ્યો હતો. ફણસવાડા ગામની સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય પ્રદીપભાઈ પટેલ અને ઉદવાડાની ભગિની સમાજ હાઈસ્કૂલના આચાર્યા ચેતનાબેન પટેલે વપરાશમાં લેવાતા પ્લાસ્ટિકનાં પ્રકારો, તેની અસરો તથા પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન અને ફેર વપરાશ અંગે વિગતે સમજૂતી આપી પ્લાસ્ટિક ફ્રી સાર્વજનિક માધમિક શાળા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી તેની રૂપરેખા આપી હતી. જુજવાની આઈ.પી.ગાંધી હાઈસ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલે નેનો પ્લાસ્ટીક વિશે માહિતી આપી હતી. પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને પ્લાસ્ટિક્નો ઉપયોગ ઓછો કરવા સંકલ્પ લેવડાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ તૈયાર કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા નયનાબેને આભાર વિધિ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!