માજી વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ ભદેલી પ્રા.શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના ભદેલી ગામમાં શ્રી મોરારજી દેસાઈ ગ્રામ વિકાસ સમિતિ દેશના માજી વડાપ્રધાનશ્રી મોરારજીભાઈ દેસાઈના ૧૨૮ માં જન્મદિને તેમને આદરાંજલિ આપવાનો સાદગીસભર કાર્યક્રમ તા. ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુરૂવારે સવારે ૧૦ કલાકે ભદેલી દેસાઈપાર્ટી ગામના શ્રી મોરારજી દેસાઈ મેમોરીયલ હોલમાં યોજાશે.

જેમાં મુખ્ય વક્તા તરીકે સુદર્શન આયંગાજી ઉપસ્થિત રહેશે. ભદેલી ગામની જે પ્રાથમિક શાળામાં મોરારજી દેસાઈએ પ્રાથમિક શિક્ષણ લીધું હતું તે શાળામાં સ્વ. મોરારજીભાઈ દેસાઈના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.

Share this post

error: Gujarat Alert Content is protected !!