ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના પીપરીયા બાપુનગર હરિયાણા હોટલની પાછળ મનપુરનજીની ચાલીમાં (મૂળ રહે. ગામ રાધી, તા/થાના-જાલી, જિલ્લા-દરભંગા, બિહાર) ૧૯ વર્ષીય પ્રીતિ વૈધનાથ ઝા તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૨-૦૦ વાગ્યાથી સાંજે ૫-૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર પ્રીતિ મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ૨ ઇંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે કાળા અને પીળા કલરની લાઈનીંગ વાળો કુર્તો અને કાળા કલરની લેગિંગ્સ અને ચપ્પલ પહેરેલા હતા. તેઓ હિન્દી, મરાઠી અને મૈથલી ભાષા જાણે છે. જો કોઇને આ મહિલાની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.