ગુજરાત અલર્ટ | આહવા
વઘઇ તાલુકાની કુકડનખી ગામે આજરોજ એસ.એસ. માહલા કેમ્પસ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારી આહવા ડાંગ અને કાનૂની સલાહ કેન્દ્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે સવારે 11 વાગ્યે “ઘરેલુ હિંસા અધિનિયમ 2005” નો જાગૃતિ લક્ષી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો વઘઈ તાલુકાના પ્રમુખ ચંદરભાઈ ગાવીત, વઘઈ તાલુકાના ઉપપ્રમુખ વનીતાબેન ભોયે, ચીચીના-ગાવઠા ના સભ્ય દક્ષાબેન બંગાળ, કાનૂની સહાય કેન્દ્રના કાર્યકર જયશ્રીબેન અને સી ટીમના બહેનો હતા . આ કાર્યક્રમમાં જાગૃતિ માટે મુખ્ય માહિતીદાતા મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીગણ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક સંગીતાબેન, મહિલા અને બાળ અધિકારી કચેરી ફિલ્ડ ઓફિસર મેહુલભાઈ સૂર્યવંશી, DHEW ના જેન્ડર સ્પેશિયાલિટી વિજયભાઈ ગાવીત, PBSC ના(આહવા) સંગીતાબેન, PBSC (વઘઈ) કાઉન્સિલર તેજલ બેન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કેન્દ્ર સંચાલક જશોદાબેન જી પવાર, મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર વિજયભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સૂત્રસંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક સંગીતાબેને સાંભળ્યું હતું. દીપ-પ્રાગટ્ય થયાં બાદ સૌ મહેમનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ કાનૂની સહાય કેન્દ્રના કાર્યકર જયશ્રીબેને સૌને ઘરેલુ હિંસા કોને કહેવાય? કઈ રીતે આપણે તેમાં સહજ સભાગી બનતા હોઈએ છીએ? કઈ રીતે આપણે સહુ આ બધુ જોઈ-જાણીને પણ તેને અવગણતા હોઈએ છીએ? એક શિક્ષિત વ્યક્તિ તરીકે આપણે શું કરવું જોઈએ અને કાયદાનો ઉપયોગ કરવો જોઈએ? તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત તેઓએ કોલેજમાં વધુ સંખ્યા કન્યાઓની હોવાથી છેડતી અંગે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગતના સખી વન સ્ટોપ સેન્ટરના અન્ય કર્મચારીઓએ મહિલાઓ સખી વન સ્ટોપ, 181 તેમજ મહિલાઓ સંબંધિત વિશેષ સરકારની યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. કાર્યક્રમમાં SHE ટીમ સહિત ઉપસ્થિત મહિલા પોલીસ કર્મચારીએ માત્ર વિદ્યાર્થિનીઓ માટે એક વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા જાગૃતતા અને સજાગતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ કાર્યક્રમમાં એસ.એસ.માહલા કેમ્પસમા ચાલતી એસ.એસ માહલા કોમ્પ્યુટર સાયન્સ કોલેજ, એસ.એસ.માહલા બીઆરએસ કોલેજ, એસએસ મહાલા નર્સિંગ કોલેજ તથા GNM અને ANM તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતે ભાગ લેનાર તમામ એ મહિલાઓનું સન્માન અને સુરક્ષા જળવાય તેમજ તેમના ઉપર થતાં અત્યાચારો અટકાવી શકાય તે સંબંધિત પ્રતિજ્ઞા લેવામાં આવી અને વિદ્યાર્થીઓને નાસ્તો આપીને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.