વલસાડનાં પી. ડી. પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં રૂલ્સ કમિટીના ચેરમેન બન્યાં

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના છેલ્લા 20 વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવતા અને બાર કાઉન્સિલના મેમ્બર અને વલસાડના જાણીતા એડવોકેટ તથા નોટરી પી. ડી. પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રૂલ્સ કમિટીના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
પી. ડી. પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ ચેરમેન તથા જી. એલ. એચ. કમિટીના ચેરમેન તથા એનરોલમેન્ટ કમિટીના ચેરમેન તથા છેલ્લા પાંચ વર્ષથી શિસ્ત કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ હાલમાં નોટરી એસોસિયેશન ઓફ ગુજરાત સાઉથ ઝોનના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.
તાજેતરમાં તેમની ભારતીય જનતા પાર્ટીના નેશનલ કાઉન્સિલના સભ્ય તરીકે પણ નિમણુંક કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ કમિટીના ચેરમેન તરીકે પી. ડી. પટેલની નિમણુંક થતા સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ જિલ્લાનાં વકીલોએ ખુશી વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રસંગે પી. ડી. પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુક્ત ચેરમેન જે. જે. પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યો અને સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની આ નિયુક્તિને દક્ષિણ ગુજરાતનાં વકીલોએ વધાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!