ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબાજંગલ બીજુરપાડા ફળિયાના ૨૦ વર્ષના સુરેખાબેન રમેશભાઇ થોરાત તા. ૧૫ મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સાંજે ૪.૦૦ કલાકે પોતાના ઘરેથી કોઇને કંઇપણ કહ્યા વગર કયાંક જતા રહ્યા છે. તેમની આજુબાજુમાં તથા કુટુંબીજનો તથા ઓળખીતામાં ફોન કરી પૂછપરછ કરી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી. ગુમ થનાર ઘંઉવર્ણના, આંખો નાની, નાક ચપટું, મોઢું ગોળ, લાંબા કમર સુધીના વાળ, ઉંચાઇ આશરે ૪ ફૂટ અને ૮ ઇંચ જેટલી છે. તેણીએ શરીરે કાળા કલરનો કુરતો તથા કમરે કાળા કલરની લેગીશ અને સફેદ ઓઢણી ઓઢેલ છે. પગમાં સફેદ મોજડી પહેરેલ છે. કાનમાં સાદી ધાતુની બુટ્ટી અને ડાબા હાથમાં કાળા રંગનો દોરો બાંધેલ છે તે ગુજરાતી અને કુંકણી ભાષા બોલી અને સમજી શકે છે. જે કોઇને પણ આ યુવતીની ભાળ મળે તો કપરાડા પોલીસ સ્ટેશનના એ. એસ. આઇ. આશિષભાઇ અર્જુનભાઇ ગામીત અથવા કપરાડા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૩૨- ૨૨૦૦૩૩ પર સંપર્ક કરવા માટે માટે કપરાડા પોલીસ સ્ટેશનની અખબારી યાદીમાં જણાવાયું છે.