ખેરગામજનતા માધ્યમિક શાળામાં રોટરી ક્લબ રિવરફ્રન્ટ ચીખલી,રક્તદાન કેન્દ્ર અને જનતા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ તેમજ ચેરમેન શશીકાંત પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં કથાકાર પ્રફુલભાઈ શુકલ,તબીબી અગ્રણી ડો.નીરવ પટેલ,ચીખલી રોટરી ક્લબ રિવરફ્રન્ટના પ્રમુખ શ્વેતલ દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રશાંત પટેલ,મુસ્તાન વોહરા,અંકુર શુકલ,શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ,નિરવભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં 58 યુનિટ રક્ત એકત્ર થયું હતું.આશીર્વચન આપતા પ્રફુલભાઈ શુક્લએ કહ્યું કે વર્તમાન સમયમાં મંદિરો બનાવવા કરતા બ્લડબેન્ક બનાવવાની જરૂર વધારે છે,જીવીએ ત્યાં સુધી રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન એ જીવનનો શ્રેષ્ઠ મંત્ર છે.