ગુજરાત એલર્ટ | ખેરગામ
આગામી 22 ફ્રેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે જેને અનુલક્ષીને આજરોજ ખેરગામ રામજી મંદિર હોલ ખાતે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી 176 વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ખેરગામ મામલતદાર ડી.સી. બ્રાહ્મણકચ્છ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારી, જી. પં. ના પૂર્વ પ્રમુખ ભીખુભાઇ આહિર, ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ, મહામંત્રી શૈલેષભાઇ ટેલર તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો, ઉપસરપંચો અને હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન ઘણા લાંબા સમય બાદ નવસારીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના વધુમાં વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાય અને એમણે નવસારી જિલ્લાને પીએમ મૈત્રી પાર્કની ભેટ આપી છે ત્યારે લોકોમાં પણ એટલો ઉત્સાહ છે કે લોકો એમને આશીર્વાદ આપવા માટે ઉમટી પડશે.
22 ફેબ્રુઆરીએ પીએમ મોદીની નવસારી જિલ્લાની મુલાકાતને લઈ ખેરગામમાં પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલે બેઠક યોજી
