ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા પ્રથમવાર સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે તિથલ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરથી સવારે 6:30 વાગે મેરેથોન શરૂ કરવામાં આવી હતી. જેમાં 3, 5 અને 10 કિલોમીટર અંતરની મેરેથોન કોળી સમાજના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાઇ હતી.
આ મેરેથોનમાં ૮૦૦ થી પણ વધારે રનર મિત્રોએ ભાગ લીધો હતો. આ મેરેથોનને સફળ બનાવવા માટે લોટસ મેડિકલની ટીમ, ફિઝિયોથેરાપીસની ટીમ, વોલીએન્ટર્સ પોલીસ મિત્રો, પ્રેસ મિત્રો તેમજ રોયલ ક્રુઇઝર ગ્રુપ, વલસાડ રેસસઁ ગ્રુપના સભ્ય દ્વારા ખૂબ સહકાર આપવામાં આવ્યો હતો.
મેરેથોનનો ફ્લેગ ઓફ વલસાડના ડો. એસપી કરણરાજ વાઘેલા, બિલ્ડર શ્રી બીપીનભાઈ પટેલ તેમજ વલસાડના એમ.એલ.એ ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડના એસપી ઉપરાંત ડો. કલ્પેશ જોશી તેમજ ડો. સંજીવ દેસાઈ દ્વારા રનર્સ મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે કસરત તેમજ રનિંગ ખૂબ જ આવશ્યક છે એ વિશેની માહિતી પણ આપી હતી.
આ મેરેથોન સફળ બનાવવા માટે વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ , ઉપપ્રમુખ શશીભાઈ પટેલ,મંત્રી રામુભાઇ પટેલ ,સહમંત્રી રોહિતભાઈ પટેલ રેસ ડાયરેક્ટર નિતેશકુમાર પટેલ પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશભાઈ પટેલ તેમજ દરેક કારોબારી સભ્યોએ ઘણી જહેમત ઉઠાવી હતી. મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.