ખેલ મહાકુંભની એથ્લેટીક્સ સ્પર્ધામા બીલીઆંબા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળાના બાળકોનો ઉત્કૃષ્ઠ દેખાવ:શાળાના ખેલાડીઓએ ૧૦ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે કુલ ૩૦ મેડલો મેળવ્યા

ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લામા યોજાઇ રહેલ જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામા બીલીઆંબા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળાના બાળકો દ્વારા એથ્લેટીક્સ સ્પર્ધામા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરાયું છે. સાપુતારા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની સ્પર્ધામા આ બે શાળાના ખેલાડીઓએ ૧૦ ગોલ્ડ, ૮ સિલ્વર, અને ૧૨ બ્રોન્ઝ સાથે કુલ ૩૦ મેડલો મેળવી શાળાઓનુ ગૌરવ વધાર્યુ છે.
ખેલ મહાકુંભની અંડર-૧૧ ભાઇઓની રમતોમા ગામીત પ્રિન્સભાઇ સ્ટેંડિગ બ્રોડ જંપ – સિલ્વર મેડલ, કોકણી જિગ્નેશભાઇ લાંબી કુદ – સિલ્વર મેડલ, મોકાશી વિશ્વાસભાઇ ૫૦ મી.- સિલ્વર મેડલ, અને ૧૦૦ મી. ગોલ્ડ મેડલ, વળવી આરવભાઇ લાંબીલુદ – ગોલ્ડ મેડલ, અને ૧૦૦ મીટરમા બ્રોન્ઝ મેડલ, તથા બહેનોમાં ભોયે કરીના ૫૦ મીટરમા બ્રોન્ઝ મેડલ, જાદવ આશા લાંબી કુદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
જ્યારે અંડર – ૧૪ ભાઇઓની રમતોમા ગામીત ક્રિસ્ટીનભાઇ લાંબીકુદ – ગોલ્ડ મેડલ, અને ૧૦૦ મીટર ગોલ્ડ મેડલ, ઠેંગળ પિંકેશભાઇ ૬૦૦ મીટર – બ્રોન્ઝ મેડલ, મહાલા પ્રતિકભાઇ ૪૦૦ મીટર – બ્રોન્ઝ મેડલ, બરડે અમીરભાઇ ઊંચી કુદ – બ્રોન્ઝ મેડલ, બહેનોમાં ગામીત પૂજાબેન ૧૦૦ મીટરમા ગોલ્ડ મેળવ્યો છે.
અંડર – ૧૭ ભાઇઓની રમતોમા ગાવિત કલ્પેશભાઇ ગોળા ફેંક બ્રોન્ઝ મેડલ અને ચક્ર ફેંક સિલ્વર મેડલ, ગામીત રાહુલભાઇ ૨૦૦ મીટર – ગોલ્ડ મેડલ, સામેરા રીતેશભાઇ ૮૦૦ મીટર સિલ્વર મેડલ, કોકણી શૈલેષભાઇ ૪૦૦ મીટર ગોલ્ડ મેડલ, ભોયે મનિષભાઇ ૧૦૦ મીટર બ્રોન્ઝ મેડલ, ગામીત દિવ્યેશભાઇ ૧૫૦૦ મીટર સિલ્વર મેડલ, કોકણી અભિષેકભાઇ લંગડી ફાળ કુદ – બ્રોન્ઝ મેડલ જ્યારે બહેનોમાં ગામીત પિનલબેન ૧૦૦ મીટર બ્રોન્ઝ મેડલ, ગાવિત ઉજવલા બરછી ફેંક બ્રોન્ઝ મેડલ, પવાર સલીમાબેન ૮૦૦ મીટર બ્રોન્ઝ મેડલ, કોકણી જશના ગોળાફેંક ગોલ્ડ મેડલ અને ચક્ર ફેંકમા ગોલ્ડ મેડલ, બાગુલ સુસ્મીતાબેન ૪૦૦ મીટર સિલ્વર મેડલ, જ્યારે ગવળી લક્ષ્મીબેન ૧૫૦૦ મીટર ગોલ્ડ મેડલ મેલવેલ છે. અંડર – ૧૭ રસ્સાખેંચમાં બહેનોએ સિલ્વર મેડલ મેળવેલ છે.
શાળાની આ સિધ્ધિ બદલ પ્રાથમિક શાળા બીલીઆંબાના આચાર્ય વિમલકુમાર દાઉદભાઇ ગામીત, તથા એથલેટિક્સ કોચ વિપુલકુમાર પટેલ અને રસિકભાઇ ભગુભાઇ પટેલ માધ્યમિક શાળાના ઇનચાર્જ આચાર્ય રાજેશકુમાર સુમનભાઇ ગામીતે બાળકોને અભિનંદન સાથે ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ શાળા પરીવારના તમામ શિક્ષકો અને એસ.એમ.સી.ના તમામ સભ્યોએ પણ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!