શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં ડેનિમ અને જેકેટ ડે ઉજવાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં વિવિધ ડેઈઝ ની ઉજવણી ચાલી રહી છે. તે અંતર્ગત જીન્સ એન્ડ ડેનિમ ડેની ઉજવણી વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ ભર્યા માહોલમાં કરી હતી. આ ડે ઉજવવા પાછળનો હેતુ સમજાવતાં પ્રોજેક્ટ ઈન્ચાર્જ પ્રા. કે.સી.પટેલે જણાવ્યું હતું કે, ખાણ ઉદ્યોગ સાથે સંકળાયેલ મજુરોને લાંબા સમય સુધી વપરાશમાં લઇ શકાય તે માટે જાડા સુતરાઉ મટીરીયલ્સને ડેવલપ કરી શોધ કરાઈ હતી. સમય જતા એ માત્ર મજૂરો નહીં પરંતુ દરેક વર્ગના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આજે એમાં ડીઝાઇન, ફેશનનાં પ્રચલનને કરને એ વિશ્વભરમાં પ્રચલિત બન્યું છે અને યુવા વર્ગને એ ખુબજ પસંદ પણ આવ્યું છે.
આજની આ ઉજવણીમાં પ્રા. નમ્રતા ટંડેલ, પ્રા.કિંજલ પટેલ, પ્રા.જીનીશા ભૈનસારે એ ડેનિમ આધારિત પ્રશ્નોત્તરી તૈયાર કરી વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધાનાં અંતે નીચે મુજબના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.
પ્રથમ ક્રમ- ઋત્વી પટેલ(એફ.વાય.બી.કોમ)
દ્વિતીય ક્રમ- ક્રિષ્ના મારવાડી(ટી.વાય.બી.કોમ)
તૃતીય ક્રમ- હીર લાડ(એફ.વાય.બી.કોમ)
આ ડેની ઉજવણી માટે આચાર્યશ્રી ગિરીશકુમાર રાણાએ માર્ગદર્શન પૂરું પાડ્યું અને શુભેચ્છા પાઠવી હતી

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!