સરકારી વિનયન વાણિજ્ય કોલેજ આહવા ખાતે ‘વસંત પંચમી’ની ઉજવણી કરાઈ

ગુજરાત એલર્ટ | આહવા
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા ખાતે કોલેજની સાંસ્કૃતિક સમિતિ અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી.
વસંત પંચમી કાર્યક્રમમાં અધ્યક્ષા તરીકે બી.કે. ઇનાબેન ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ વિદ્યાર્થીઓને વસંત પંચમીનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હતું, કે ‘વસંત પંચમી’ એ દેવી સરસ્વતી મા નો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. તેમજ આ દિવસને અમૂર્હુત માનવામાં આવે છે. અર્થાત્ શુભકાર્ય શરુ કરવા મૂર્હુત જોવાની જરૂર નથી. તેમજ સરસ્વતીમાંનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતુ તે વિશેની પૌરાણિક કથા કહી હતી.
પ્રાધ્યાપક કેશુભાઈ ભાભોરે વિદ્યાર્થીઓને ઋતુઓમાં વસંત ઋતુનું મહત્વ કેવા પ્રકારનું છે. તેમજ પ્રકૃતિમાં વસંતઋતુના આગમન સાથે કેવા પ્રકારનું પરિવર્તન થાય છે. પ્રકૃતિ કેવા પ્રકારે સોળે કળાએ ખીલી જાય છે. તે અંગેની વિશેષ ચર્ચા કરવામા આવી હતી.

કાર્યક્રમમાં સંસ્કૃત ભાષામા સમુહ શ્લોક ગાન, અને સમુહ ગીત ગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમુહ શ્લોક ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમ રાઉત અસ્મિતાબેન અને બાગુલ હિરાબેન ગૃપ, દ્વિતીય ક્રમ માહલા અંજુબેન અને ચૌર્યા પાયલબેન ગૃપ, તેમજ તૃતીય ક્રમ ચૌધરી દાવિદભાઈ અને ગાયકવાડ વિપુલભાઈએ મેળવ્યો હતો. તે જ રીતે સમુહ ગીત ગાનમાં પ્રથમ ક્રમાંક રાઉત અસ્મિતાબેન અને બાગુલ હિરાબેન ગૃપ, દ્વિતીય ક્રમાંક પવાર મરીયમબેન એસ, તેમજ તૃતીય ક્રમાંક ગાંગોડા અંજલીબેન ડી.અને પવાર રવિનાબેન ગૃપે મેળવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. મુકેશભાઈ ઠાકોરે કર્યુ હતું. આભારવિધિ પ્રાધ્યાપિકા ડૉ. ભગીનાબેન પટેલે કરી હતી. કોલેજના આચાર્ય ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!