પીએમ કિસાન યોજના હેઠળ વલસાડ જિલ્લાના ૨૬૭૭૫ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે: ૧૦ દિવસની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ દરમિયાન બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકારશ્રી દ્વારા ૧૫ માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. જે લાભાર્થીઓને ૧૫ મો હપ્તો મળ્યો ન હોય તો ૧૫ મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા ૨૬૭૭૫ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું રહેશે, તે પૈકી લેન્ડ સીડીંગ યસ હોય અને માત્ર “eKYC” બાકીવાળા ૧૧૫૨૬ લાભાર્થીઓએ પણ “eKYC” ફરજિયાત કરાવી લેવાનું રહેશે.
સરકારશ્રી દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે ૧૦-દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. (૧)ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી/ તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી/ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા “eKYC” કરાવી શકશે. (૨)ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન દ્વારા PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપી નો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓનું ફેસ ઓથેંટીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે. (૩)જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!