વાપી ગીતાનગરથી ૪૫ વર્ષીય મૂળ નેપાળી આધેડ ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગીતાનગર ૨૦૨, સન વિહાર, હિન્દી સ્કૂલ પાસે રહેતા (મૂળ રહે. – ખેવાસે, થાના – લીવાંગ, જિલ્લા – રોલપા, નેપાળ) ૪૫ વર્ષીય માન બહાદુર ગીરી તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કોઈ અગમ્ય કારણસર ક્યાંક જતા રહ્યા હતા. જે આજદિન સુધી પરત ફર્યા નથી. ગુમ માન મજબૂત બાંધો, ગૌરવર્ણ અને આશરે ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ધરાવે છે અને જમણા પગે ઢીંચણથી દિવ્યાંગ હોવાથી માનવસર્જિત પગ નંખાવેલો છે. તેમણે સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેરેલો હતો. તેઓ નેપાળી, ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ આ વ્યક્તિની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!