ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગીતાનગર રૂમ નંબર.૧૦૫, ઈસ્લામભાઈની ચાલી, શાલીમાર બેકરીની પાછળ રહેતા (મૂળ રહે.- મૈલાની, થાના-ઈંટવા, જિલ્લા-સિદ્ધર્થનગર, ઉત્તરપ્રદેશ) ૭૮ વર્ષીય બહૌના ઉર્ફે બબુનિશા કુન્નન શાહ તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજે ૨૮૫-૦૦ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના ક્યાંક જતા રહ્યા હતા. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર બહૌનાની ઘડપણને કારણે યાદશક્તિ કમજોર છે. ગુમ થનાર બહૌના મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૪ ફૂટ ઉંચાઈ ધરાવે છે. બન્ને પગની ઘુંટી ઉપર કાળા ડાઘ પડેલા છે. તેમણે પીળા–મહેંદી કલરનો સલવાર શુટ પહેરેલો હતો. તેઓ હિન્દી અને ઉર્દુ ભાષા જાણે છે. જે કોઈને પણ આ મહિલાની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.