ગુજરાત એલર્ટ । આહવા
આહવા તાલુકાનાં ગામડાઓ તથા સુબીર તાલુકાનાં ગામડાઓથી 50 થી 100 કિ.મી.નો અંતર કાપીને જતાં હતાં. જેમાં ગરીબ લોકોનાં રૂપિયા તો વેડફાતાં હતાં. પરંતુ સામાન્ય આરટીઓને લગતાં કામોમાં પણ આખો દિવસ નીકળી જતો હતો. જે પ્રશ્નને ધ્યાને લઈ ડાંગ જિલ્લા માર્ગ-મકાન વિભાગ(સ્ટેટ)નાં કાર્યપાલક ઈજનેર તથા નાયબ ઈજનેરોએ ડાંગ જિલ્લાનાં મુખ્ય આહવાથી 10 કિ.મી.નાં અંતરે આવેલ ભવાનદગડ ગામમાં 10000 ચો.મી. જમીનમાં નવી આરટીઓ કચેરી કચેરીનું ભવન બનાવવાનું આયોજન કરી ગુજરાત સરકારમાં પ્લાન નકશા મોકલી પાસ કરાવ્યાં છે. ગુજરાત સરકાર દ્રારા ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા થી 10 કિ.મી.નાં અંતરે આવેલ ભવાનદગડ ગામમાં સ્ટેટ માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ.6,70,14,410.16ની ગ્રાન્ટ ફાળવી નવી આરટીઓ કચેરીનું કામ ચાલી રહયું છે. નવી આરટીઓ કચેરીનું કામ કશ્યપ બિલ્ડર સુરત નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે.
તેઓએ તા.29.05.2023 નાં કામગીરી શરૂ કરી છે. અને તા.28-04-2024 નાં રોજ કામગીરી પુર્ણ કરશે.
નવી આરટીઓ કચેરીમાં ગ્રાઊન્ડ ફલોર, એક માળ સુધી આર.સી.સી. બિલ્ડીંગ બનાવવામાં આવશે જેમાં મુખ્ય અધિકારીની કચેરી તથા અન્ય અધિકારી કર્મચારીઓની ઓરડામાં કેબિન કચેરી બનાવવામાં આવશે તથા આર.સી.સી. રોડ અને નાના-મોટા વાહનોનું ઓટોમેટીક ટેસ્ટ ટ્રેક માટેનું બાધકામ કરવામાં આવશે જેથી અનેક વાહન ચાલકોને સીધો લાભ મળશે તથા હેવી વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે વાહનો ઊભા રાખવા મોટું મેદાન છે. વાહન ચાલકો સરળતાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે નવી આરટીઓ કચેરીમાં ગ્રાઊન્ટ ફલોર પર મોટું હોલ હશે જેમાં અરજદારો માટે વેટીંગ રૂમ બનાવવામાં આવશે દિવ્યાંગ અરજદારો માટે જરૂરી સુવિધા અહિં ઊભી કરવામાં આવશે ડાંગ જિલ્લાનાં મધ્યમમાં આવેલ ભવાનદગડ ગામમાં કામગીરી શરૂ થતાં આહવા, વધઈ, સુબીર તાલુકાનાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.