ગુજરાત એલર્ટ । વલસાડ
ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે.
આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને વાપી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા દાદરીમોરા પ્રાથમિક શાળા અને વાપી કોળીવાડની પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફ્ટી અવરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની કેળીપાડા પ્રાથમિક શાળા, ધરમપુરના બારોલિયા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળા, વલસાડ તાલુકાના ધનોરી ગામમાં કણબીવાડ પ્રાથમિક શાળા અને અટગામની જીવન શિક્ષણ શાળામાં ગ્રામ રક્ષક દળ અને આપત્તિ વ્યવસ્થાપન સ્ટાફ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઈવેન્ટ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાજર રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ, શોધ- બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડવામાં આવી હતી.