ગુજરાત એલર્ટ । આહવા
જીલ્લા ક્ક્ષાની ખેલમહાકુંભની જુદી જુદી સ્પર્ધાઓ હાલ ચાલી રહી છે. જેમાં ખો-ખો ની સ્પર્ધા જિલ્લા રમત ગમત સંકુલ સાપુતારા ખાતે યોજાઇ હતી. જેમાં દરેક તાલુકા માંથી પ્રથમ અને બીજા નંબરે વિજેતા થયેલ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં બીલીઆંબા પ્રાથમિકશાળાના ભાઇઓએ અને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યુ છે. જયારે અંડર-૧૭ ખો-ખો સ્પર્ધામાં સરકારી માધ્યમિકશાળા બીલીઆંબાના ભાઇઓએ અને બહેનોએ ગોલ્ડ મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યુ છે.
સાથે બાસ્કેટબોલ સ્પર્ધા સુબીર તાલુકાની નવજ્યોત હાઇસ્કુલ ખાતે યોજાઇ હતી જેમાં બીલીઆંબા પ્રાથમિક શાળાના અંડર-૧૪ ભાઇઓ સિલ્વર મેડલ જ્યારે સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના અંડર-૧૭ ભાઇઓ સિલ્વર મેડલ અને અંડર-૧૭ બહેનો બ્રોન્ઝ મેડલ મેળવ્યુ હતું. શાળાની આ સિધ્ધિ બદલ પ્રાથમિક શાળા બીલીઆંબાના આચાર્ય વિમલકુમાર દાઉદભાઇ ગામીત તથા ખો- ખો કોચ રસિકભાઇ ભગુભાઇ પટેલ માધ્યમિક શાળાના ઇનચાર્જ આચાર્ય રાજેશકુમાર સુમનભાઇ ગામીતે બાળકોને અભિનંદન સાથે ઝોન કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે શાળા પરીવારના તમામ શિક્ષકો અને એસ.એમ.સી.ના તમામ સભ્યોએ પણ બાળકોને બિરદાવ્યા હતા.