ગુજરાત એલર્ટ । વલસાડ
તા ૨૬.૦૧.૨૦૨૪ ના રોજ વલસાડના વાપી(બલીઠા) ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ૭૫ પ્રજાસતાક દિન નિમિતે વલસાડ પોસ્ટ ઓફીસ દ્વારા ટેબ્લો ઈન્ડિયા પોસ્ટનું આયોજન કરવામાં આવ્યું કે જેનો હેતુ મહિલા સશકિતકરણ અને – વિતિય સમાવેશન (Women Empowerment & Financial Inclusion) નો છે. જે સફળ રીતે થયું અને વલસાડ પોસ્ટ ઓફીસને આ ટેબ્લોના પ્રદર્સન માટે પ્રથમ ક્રમાંક રૂપે પ્રમાણપત્ર તથા શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યું. આ ટેબલોમાં ડીજીટલ ભારત અંતર્ગત Modern Post Office ની રૂપ-રેખા બનાવવામાં આવેલ હતી જેમાં કોમ્પુટરાઈસડ કાઉન્ટર બનાવવામાં આવેલ હતા કે જેમાં એક મહિલા ગ્રાહક, એક આદિવાસી ગ્રાહક અને એક કિસાન ગ્રાહક બનાવેલ હતા. આ ટેબ્લો સાથે પોસ્ટમેન દ્વારા પરેડ, બે હરકારા પોસ્ટમેન, બે પોસ્ટમેન સાયકલ પર અને બે પોસ્ટમેન મોટર સાયકલ પર સમયાંતરે થયેલ બદલાવને ટેબલો સાથે પ્રદર્શન કરવામાં આવેલ હતા તથા ગ્રામીણ પોસ્ટ સેવક દ્વારા પોસ્ટ ઓફિસમાં ચાલતી વિવિધ યોજનાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ હતી.
પોસ્ટ ઓફિસે આધુનિક ટેકનોલોજી સાથે બદલાયને ગ્રાહકોને સરકારની વિવિધ યોજનાઓને પોહચાડવાનો હેતુ ટેબ્લોમાં દર્શાવવામાં આવેલ હતો. આ સદર કાર્યક્રમ વલસાડ ના સિની. સુપ્રી. ઓફ પોસ્ટ ઓફીસીસ વલસાડ, શ્રી વિકાસ બી પાલવે (IPoS) તથા શ્રી બી. વાય. તાસીલદાર ડેપુ. સુપ્રી. ઓફ પોસ્ટ ઓફીસીસ વલસાડના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ લોકોને પોસ્ટ ઓફીસની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવાનો છે. અને વલસાડ ડિવિઝન દ્વારા અત્યાર સુધી ૨૪૬૫ જેટલી મહિલાઓને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો લાભ આપવામાં આવેલ છે તથા ૫૯૯૪૪ જેટલી બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. આ ટેબલો ગુજરાત પોસ્ટલ સર્કલમાં વલસાડ જીલ્લામાં સૌ પ્રથમ વખત વલસાડ પોસ્ટલ ડીવીઝન દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.