ડાંગ જિલ્લામા ઇ.વી.એમ. નિદર્શન વાન શરૂ કરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઇ.વી.એમ. નિદર્શન વાનને લીલીં ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ.

ગુજરાત એલર્ટ l આહવા
ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, ડાંગ જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકોમા જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.

જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરી, તેમજ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે ડાંગ જિલ્લા માટે મળેલી એક ઇ.વી.એમ. નિદર્શન વાનને લીલીં ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ ઇ.વી.એમ. નિદર્શન વાન ડાંગ જિલ્લાના દરેક બુથ પર જઇને ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પુરી પાડશે. તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવશે. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવશે, તેમ ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીએ આ વેળા જણાવ્યુ હતુ.
મતદાર પોતે જે નાંમાકિત વ્યક્તિને મત આપવાના છે તેનું નામ, તથા ચિહ્ન ઇ.વી.એમ./વીવીપેટ મશિનમા ક્યાં આવશે, મત આપવા કયા બટનનો ઉપયોગ કરવો, તથા મત જે ઉમેદવારને આપ્યો છે તેને જ મત મળેલ છે કે કેમ તેની ખાતરી કરવા માટે દરેક બુથ દીઠ ઇ.વી.એમ./વીવીપેટ નિદેર્શન વાન માહિતી પુરી પાડશે તેમ પણ તેમણે વધુમા જણાવ્યુ હતુ.
આ પ્રસંગે પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે.ખાંટ, ચૂંટણી મામલતદાર મેહુલભાઇ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!