વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે પારડી પાલિકા દ્વારા વિવિધ ધાર્મિક સ્થળોની સફાઈ કરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ મંદિરોમાં સ્વચ્છ બને તે માટે સફાઈ અભિયાન ચલાવવા આહવાન કરતા વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સૂત્રને સાર્થક કરવા તા.૧૪ થી તા. ૨૨ જાન્યુ. સુધી ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે મુજબ પારડી નગરપાલિકા, સંગઠનના કાર્યકરો તેમજ સ્વાધ્યાય મંડળના ઋષિકુમારો દ્વારા પારડીના જગન્નાથ મંદિર, ભગવતી મંદિર, વેદ મંદિર(દેવાલય) અને હનુમાનજી મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Share this post

error: Gujarat Alert Content is protected !!