ગુજરાત એલર્ટ l આહવા
રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ નવમા તબક્કાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો ઉત્સાહજનક માહોલમાં પ્રારંભ થયો છે. ગત તા.૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સુબિર તાલુકાના ‘શિંગાણા’ ગામેથી રાજ્ય મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમની શ્રુંખલાનો વધુ એક કાર્યક્ર્મ, વઘઇ તાલુકાના ‘સાકરપાતળ’ ગામે યોજાયો હતો.
સાકરપાતળ ગામ સહિત નાની દાબદર, ચીખલદા, બારખાંધ્યા, ખીરમાણી, દગડપાડા, ભુરભેંડી, ભેંડમાળ, આમસરવલણ, લવાર્યાં, વાઘમાળ, મોટી દાબદર,ચીચોંડ, શીલોટમાળ, કુંડા, સુસરદા, મલીન, દગડીઆંબા, બરડા, બોરપાડા, દગુનીયા, સુર્યાબરડા, ઘોડવહળ, સુપદહાડ, ડોકપાતળ, વાનરચોંડ, આંબાપાડા, ઉગા (ચીચપાડા), માનમોડી, નિંબારપાડા, બોંડારમાળ, કાંચનપાડા, લહાન માળુંગા, મોટા માળુંગા, નડગચોંડ, દરાપાડા, ગુંદવહળ, મુરંબી, નાનાપાડા, કુમારબંધ, આહેરડી, બોરદહાડ, શિવારીમાળ, આંબાપાડા, રંભાસ, ચીકાર, બાજ, જામલાપાડા, દેવીપાડા, સાદડમાળ, ધાંગડી, ભદરપાડા, વઘઈ, અને દોડીપાડા જેવા આસપાસના ગામોના ગ્રામજનો માટે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી સરકારના વિવિધ વિભાગોની ૫૬ પ્રકારની સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામા આવી હતી. આ તમામ સેવાઓની કુલ-૩૮૬૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામા આવ્યો હતો.
આ કાર્યક્રમમા વિધાનસભા નાયબ દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ મંગળભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ વનિતાબેન ભોયે, જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન મંગલેશભાઇ ભોયે, ભાજપા જિલ્લા પ્રમુખ કિશોરભાઇ ગાવિત, સરપંચઓ, પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ તેમજ ૨૩૫૦ થી વધુ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, તા.૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ આહવા તાલુકાના ચિંચલી પ્રાથમિક શાળા, તા.૧૮ જાન્યુઆરીએ સુબિર તાલુકાના પીપલદહાડ પ્રાથમિક શાળા, તા.૧૯ જાન્યુઆરી વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે ‘સેવા સેતુ’ના કાર્યક્રમો યોજાનાર છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગામોના ગ્રામજનોને મોટાપાયે આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામા આવ્યો છે.