ગુજરાત એલર્ટ । ખેરગામ
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨.૦નો શુભારંભ તા.૧૦ થી ૧૯ દરમ્યાન, નવસારી તાલુકાની મદ્રેસામા, જલાલપોર તાલુકાની શેઠ વિદ્યાલય, ગણદેવીની કેબીએસ ખારેલ, ચીખલીની સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવાઇ, વાંસદા તા.ની પ્રતાપ હાઇસ્કુલ તથા સદગુરુ હાઇસ્કૂલ ભીનાર અને ખેરગામ તાલુકાની ગીતામંદિર પાટી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે યોજાયેલ છે.
ખેરગામ તાલુકાની સૌથી જૂની પ્રખ્યાત જનતા માધ્યમિક શાળા સંકુલમાં તારીખ ૧૬ થી ૧૯ જાન્યુ. દરમિયાન સવારે ૦૯-૩૦ કલાકે ખેલ મહાકુંભનો બીજા ભાગનો શુભારંભ થશે, જેમાં ૧૬/૧ વોલીબોલ , ૧૭/૧ એ ચેસ, રસ્સાખેચ અને ૧૮-૧૯મા અંગ કસરત – ઍથ્લેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાશે, (૧૭મી એ ભીનાર અને પાટી ખાતે રસ્સા ખેંચ સ્પર્ધા થશે.) ખેલ મહાકુંભમાં ખેરગામ તાલુકાની જનતાને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આચાર્ય ચેતનકુમાર પટેલે આમંત્રણ પાઠવ્યું છે.
અન્ડર-૧૭ કક્ષાની કબડ્ડીની સ્પર્ધા ખેરગામ તાલુકાના છેવાડાનું ગામ પાટી ખાતેની ગીતા મંદિર માધ્યમિક શાળાના પટાંગણમાં તા.૧૧ એ થઈ. જેમાં ગીતા મંદિર માધ્યમિક શાળાનાં ભાઇઓએ ઉમદા કૌશલ્યો બતાવી સમગ્ર ખેરગામ તાલુકામાં વિજેતા બની પ્રથમ ક્રમાંકિત થઈ. ૧૩ મીની ખોખોની સ્પર્ધામાં પણ આજ શાળા વિજેતા બની જેના કેપ્ટન દીક્ષિતકુમારની ખોખો પ્રતિભાથી સૌ કોઈને આકર્ષણ થયું. કબડ્ડી ખોખો માં ગીતામંદિર શાળા તથા પાટી ગામનું નામ સમગ્ર તાલુકામાં રોશન કરનાર વિજેતા તમામ ખેલાડીઓને શાળાનાં આચાર્ય રાકેશકુમાર બી. પટેલ શાળા પરિવાર તથા ટ્રસ્ટના ઉપપ્રમુખ વાલજીભાઇ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતાં. જિલ્લાકક્ષાની રમત માટે શુભેચ્છા પાઠવી હતી.