ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વલસાડના રામજી મંદિરમાં આ દિવસે ખાસ ભજન અને મહા આરતીનું આયોજન કરાયું છે. રામજી મંદિરના પૂજારી ચિરાગ શાસ્ત્રીએ જણાવ્યું કે, સાંજે 4 થી 6 કલાક દરમિયાન ભજન કીર્તન નું આયોજન કરાયું છે અને ત્યારબાદ સાંજે દીપ પ્રગટાવી મહાઆરતી કરાશે. જેનો લાભ લેવા તેમણે શહેરના ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે.
22મી જાન્યુઆરીએ વલસાડનાં રામજી મંદિરમાં ભજન અને મહાઆરતી થશે.
