વલસાડના ફલધરામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના ફલધરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૩૧૨ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૨૬ લોકોએ ટીબી અને ૧૧ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ૧૨ લાભાર્થીની ઉજ્જવલા યોજનામાં નોંધણી થઈ હતી. ૩૬૭ પશુઓનું વેક્સિનેશન પણ કરાયું હતું. ૧૧૮ નવા આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી કરવામાં આવી હતી. જ્યારે ૧૨ લોકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, મિશન મંગલમ યોજના અને આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનું યોગદાન આપવા ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ક્વિઝ પ્રતિયોગિતામાં ૧૫ લોકોએ ભાગ લીધો હતો. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અને સોઈલ હેલ્થ કાર્ડ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા. જલ જીવન મિશન, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને જમીન રેકર્ડનું ડિજિટલાઈઝેશનમાં ૧૦૦ ટકા સિધ્ધિ બદલ ગામના સરપંચશ્રીને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કિસાન મોર્ચા સંઘના પ્રમુખ ગણેશ બિરારી, ગામના સરપંચ જિજ્ઞાબેન બી પટેલ, ઉપસરપંચ ડિમ્પલબેન કે. પટેલ અને પંતાયતના સભ્યો તેમજ ગામના આગેવાન ડો. હિતેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!