ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ શાખા તથા સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માનનીય મંત્રી ડૉ. યઝદી ઈટાલિયાના માર્ગદર્શન હેઠળ ડૉ. અભિષેક મિસ્ત્રી તથા કલ્પેશ રાઠોડ દ્વારા યુથ રેડ ક્રોસની CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. CPR ટ્રેનિંગ હાલ પ્રવર્તમાન સંજોગોમાં ખૂબ મહત્વની છે એની વિદ્યાર્થીઓએ સમજ કેળવવી જરૂરી છે. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના CSR ફંડમાંથી વિદ્યાર્થીઓને જરૂરી કીટ આપવામાં આવી હતી. પ્રા. વત્સલ પાંચાલ તથા પ્રા. વિરલ ગજરે દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહ અને પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.