પારડીની ટ્વેન્ટી ફર્સ્ટ હોસ્પિટલમાં નોકરી પર જવા નીકળેલી વલસાડની યુવતિને રસ્તે યમરાજ મળી ગયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ હાઈવે પર અકસ્માતોની ઘટના હવે સામાન્ય થઈ ગઈ છે. જેની અંદર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં અકસ્માત કરનારા ભારે વાહન ચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હાલ સરકાર વાહન ચલાવનાર સામે કડક પગલાં લેવા બીલ લાવી રહી છે પરંતુ તેનો પણ સમગ્ર દેશમાં ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે. વલસાડ હાઈવે પર એક નિર્દોષ યુવતીએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. અને વલસાડ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાનું પુનરાવર્તન થયું છે.

ત્યારે આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આરતી વિજયભાઈ હળપતિ આજે સવારે 8:15 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી પોતાની બર્ગમેન મોપેડ લઈને પારડી ખાતે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં નોકરી પર જઈ રહી હતી. તે દરમિયાન અતુલ નજીક આવેલા મુકુંદ હાઇવે પર એક કન્ટેનર ચાલકે આરતીને અડફેટે લેતા આરતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અને કન્ટેનર ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થયા બાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!