સુબિર તાલુકાના શિંગાણા ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્રારા “બાળ આરોગ્ય મેળા”ની ઉજવણી કરાઇ

ગુજરાત એલર્ટ l આહવા
સંવાહક-દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી પ્રેરક-દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ, નવસારી તથા ભારતીય જન સેવા સંસ્થાન માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળા, શિંગાણા આયોજીત “બાળ આરોગ્ય મેળા”નું આંનદોત્સવ અને આરોગ્ય જ્ઞાન સાથે રમત-ગમ્મત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
અહિં શિંગાણા, જામન્યામાળ, બુરથડી, ઝરણ, મોખામાળ, જાબાલા, કેશબંધ અને ટિમ્બરથવાની પ્રાથમિક શાળામના બાળકો શિક્ષકઓ સાથે કુલ ૧૩૫૦થી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી જીજ્ઞેશભાર ત્રિવેદીએ બાળકો સ્વચ્છ રહીને આનંદ સાથે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવાની હાકલ કરી હતી. દેસાઈ ફાઉન્ડેશન અમેરિકાના CEO પેરિશા પણ હાજર રહી આરોગ્ય મેળાની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રવિનાબેન ગાવિત, સંરપચ સુજાતાબેન પવાર, દિવાળીબેન ટ્રસ્ટના ટ્રસ્ટી નલિનભાઈ જોષી, પુજય પી.પી સ્વામી, તેમજ ટીપીઓ પણ હાજર રહ્યા હતા.
બાળ આરોગ્ય અંતંગત બાળકોનું રજીસ્ટ્રશન, ગુડીબેગનું વિતરણ, વજન-ઉચાઇ, હિમોગ્લોબિન તપાસ, આરોગ્ય તપાસ,તેજસ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ, દાંતની કાળજી,પઝલ, વિજ્ઞાનના પ્રયોગો, તંદુરસ્તી સુધી પહોચો,રીંગ ફેક, પોષણ-વિટામીન કુંદ, હીટ ધ ટારગેટ, આર્ટ એન્ડ ડ્રાફટ, શરીરના આંતરિક અંગો, આદર્શ બાળક, ગુડ ટચ બેડ ટચ, વેસ્ટ મેનેજમેન્ટ, વ્યસનમુકિત નાટક, યોગા, સારી ટેવ- ખોટી આદત, મેડિકલ કીટ, કાટુન, હેલો માસિક,આરોગ્ય અગ્રિમતા,દ્રશ્ય-શ્રાવ્ય જેવા અનેક સ્ટોલ થકી આનંદ મજા સાથે જ્ઞાન પુરું પાડવામાં આવ્યું.
બાળ આરોગ્ય મેળાની મેનેજમેન્ટ ટીમ ભાવેશ પટેલ,અમર પાડવી, રોશની પાનવાલા અને ડિમ્પલ માહોરની અને તમામ જયોતિર્ધર મહેનત અને પરિશ્રમના કારણે આ બાળ આરોગ્ય મેળો સફળ રીતે પૂર્ણ થયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!