ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓડિટ અને ઊચ્ચ અધિકારીઓને આપવાનાં નામે આવાસનાં લાભાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાનાં પ્રકરણમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર આ હપ્તાકાંડમાં ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓની સામે પગલાં ભરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે.
મળતી માહિતી મુજબ આ હપ્તાકાન્ડમાં સામેલ સુબીર તાલુકા પંચાયના ચાર કર્મચારીઓની બદલી વઘઈ તાલુકા પંચાયત ખાતે કરાઈ છે. તેમજ આહવા અને વઘઈ તાલુકા વિકાસ અધિકારીએ લાભાર્થીઓના નિવેદન લીધા છે. જેમાં લાભાર્થીઓએ જણાવ્યું છે કે અમારી પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કર્મચારીઓએ ઓડિટ અધિકારીઓએ કોઈપણ પ્રકારના ઉઘરાણા કર્યા નથી. એટલે અમારા તાલુકામાં ભ્રષ્ટાચાર થયો નથી. તેવું જણાવી રહ્યા છે. અગાઉ લાભાર્થીઓએ હપ્તા ત્રણે તાલુકાઓમાં આખા જિલ્લામાં લેવાયેલ છે. અને તે ઓડિટ અને ઉપરી અધિકારીઓને જાય છે તેવો ઘરફોડ કર્યો હતો. છતાં ડાંગ વહીવટીતંત્ર આ ભ્રષ્ટ કર્મચારીઓ, ઓડિટના અધિકારીઓ સામે કાર્યવાહીને નહી થતા પી.એમ આવાસ હપ્તાકાંડને ડામી દેવાની કોશિશ થઈ રહી હોવાની ચર્ચા છે. આ મામલે તળિયાઝાટક તપાસ કરવી ખૂબ જરૂરી બની છે.