ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયતનાં ભ્રષ્ટાચારમાં વધારો થતો જાય છે. કારણ કે વઘઈ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા પંચાયત પ્રમુખ વહીવટદાર, તાલુકા ઈજનેરને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં દગડપાડા પંચાયતનાં ખીરમાણી ગામનાં નાળામાં સુધારો થયો નથી. આ કામ ચાલુ કરવામાં આવ્યાં બાદ ઈજનેર અને વહીવટદારે કેમ કામની ચકાસણી ન કરી તે સવાલ છે.
નાળાનાં કામમાં નકરી વેઠ ઉતારેલ છે. પાયાનુ પણ ખોદકામ કર્યુ નથી. પાયામાં પીસીસી પણ કરવામાં આવેલ નથી. માત્રને માત્ર માટીનું પુરાણ કરી રહ્યા છે. જે અંગે જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારી ઈનચાર્જ સુવાસ ગંવાડેનેં મૌખિક રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તરત જ તાલુકા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતનાં ઈજનેર આશિષ ભોંયેને બોલાવી પૂછતાં ઇજનેરે દરેક જગ્યાએ નાળાનાં કામમાં પાયામાં પીસીસી કરવાનાં એસ્ટીમેન્ટ હોય છે. એમ જણાવવા છતાં વઘઈ તાલુકા વિકાસ અધિકારીએ કોઈ પગલાં ભર્યા ન હતાં.