ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર વલસાડ દ્વારા ઉત્તરાયણ ૨૦૨૪ સંદર્ભે દુર્ઘટનાઓ ટાળવા સૂચનો કરવામાં આવ્યા

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, વલસાડ દ્વારા ઉત્તરાયણ-૨૦૨૪ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા નીચે મુજબના સૂચનો કરવામાં આવ્યા છે. તેમજ કોઈપણ દુર્ઘટના/આપત્તિ સમયે વલસાડ જિલ્લા કંટ્રોલરૂમ ટોલ ફ્રી નં – ૦૨૬૩૨-૨૪૩૨૩૮, ઇમરજન્સી ટોલ ફ્રી નં.૧૦૮ અને કરૂણા અભિયાન ટોલ ફ્રી નં. ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા જનાવાયું છે.

આટલુ કરો…
•પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો.
•માણસો,પશુઓ અને વાહનોથી સાવચેત રહો.
•પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાત્રી કરો.
•માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો.
•ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનુ પસંદ કરો.
•પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે.
•સમજદારી, સદભાવ અને સાવચેતી રાખો
•સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનુ જીવન બચાવીએ.

આટલુ ના કરો…
•સીન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે.
•વીજળીના તારમાં ફ્સાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો.
•લુઝ કપડા ન પહેરવા,માથે ટોપી પહેરવી.
•મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ચગાવવા નહિ.
•ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો.
•પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવુ નહિ.
•થાંભલામાં કે મકાનમાં ફ્સાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંક્વો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!