ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યારના સમયની જરૂરિયાતને ધ્યાને લઈ સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો.
જેમાં પારડીના પોલીસ ઇન્સ્પકટર ભુપેન્દ્રસિંહ સરવૈયા દ્વારા સાયબર ફ્રોડ શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય તે અંગેની પાયાની બાબતોની માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સવાલોમાં અત્યાર સુધી પોલીસની સફળતા કેટલી રહી છે તે અંગે જો સમયસર સાયબર ફ્રોડની રજૂઆત પોલીસને કરવામાં આવે તો સફળતાની શક્યતા વધુ રહે તે અંગે સમજણ અપાઈ હતી.
આવા ફ્રોડ માટે સૌ પ્રથમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર જાણ કરવા અને આ નંબર બધાના મોબાઈલમાં સેવ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક ડો. અજય પટેલ અને ખ્યાતિ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સોસાયટી વતી પીઆઈ ભૂપેન્દ્રસિંહ સરવૈયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. દીપેશ શાહ અને સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.