માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૪ જાન્યુઆરી
વલસાડ એસ.ટી. વિભાગીય કચેરી ખાતે ઈ સરકાર પોર્ટલ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ, સુપરવાઇઝર, અધિકારીઓએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી.
નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી તાલીમ અધિકારી ભાવેશભાઈ મોતીવાલાએ ઈ- સરકાર પોર્ટલનું મહત્વ અંગેની જરૂરિયાત અને પારદર્શકતા સાથે પેપરલેસ કામગીરી કઈ રીતે કરવી તે અંગેની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન આપ્યું હતું. વિભાગીય નિયામકશ્રી એન. એસ. પટેલ દ્વારા આ કામગીરી અંગે નિગમમાં કઈ રીતે કામ સરળતાપૂર્વક કરવું અને તે અંગેના પોર્ટફોલિયો બાબતે તેઓના ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ મેનેજર તરીકેના કાર્યકાળનો અનુભવ ઉમેરી વિસ્તૃત સમજણ આપી હતી.