ગુજરાત એલર્ટ । ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજાશે. ત્યારે સોમવારે જાહેરાત કરાઈ છે કે, GUJCET માટે આજથી 16 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. મહત્વનું છે કે, આ અગાઉ બોર્ડે 2 એપ્રિલના રોજ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી, પરંતુ તારીખો CBSE બોર્ડની પરીક્ષાઓ સાથે ક્લેશ થવાના કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 31 માર્ચના રોજ GUJCETને ફરીથી શેડ્યૂલ કરી હતી.
ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. GUJCET 2024 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.
31 માર્ચે ગુજકેટની પરીક્ષા: 16 જાન્યુ. સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે
