ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામના દાદરી ફળિયા અને ભસ્તા ફળિયાના લોકોમાં છેલ્લા ઘણા સમયથી ફળિયાની શેરીઓમાં સ્ટ્રીટ લાઈટ લગાવવા માટેની માગ ઊઠી હતી. ત્યારે આ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય મોહિનીબેન અને ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલના પ્રયાસથી તાલુકા પંચાયતના 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટ લાઈટ માટે બે લાખ રૂપિયા મંજુર થયા હતા. દાદરી ફળિયાની શેરીઓમાં અને આઇ.ટી.આઇ થી ભસ્તા ફળિયાની શેરીઓમાં સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી. જેનું લોકાર્પણ ગુરુવારના રોજ સાંજે 7:00 વાગ્યે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ તાલુકા સભ્ય મોહિનીબેન, ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અગ્રણી મુકેશભાઈ, મગજીભાઈ, જગદીશભાઈ, જીગ્નેશભાઈ, મેહુલભાઈ, અરવિંદભાઈ, સુરેશભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા. બંને ફળિયાની શેરીએ સ્ટ્રીટ લાઈટ ચાલુ થતાં અંધારા થી છુટકારો મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.