ગુજરાત એલર્ટ । વલસાડ
વાપી તાલુકાના છીરી પ્રાથમિક શાળાના નવા મકાનનું આજે રાજયના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ લોકાર્પણ કર્યુ હતું. આ અવસરે વાપી નોટીફાઇડના ચેરમેન હેંમતભાઇ પટેલ અને વાપી વી. આઇ. એ. ના માજી પ્રમુખ સતીષ પટેલ હાજર રહયા હતા.
આ પ્રસગ્રે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને બાળકોના ૧૦૦ ટકા નામાંકનની જે શરૂઆત કરી હતી તેઓ મુખ્ય ઉદે્શ એ હતો કે, દેશના સારા નાગિરકો પેદા થાય અને શિક્ષણનું મહત્વ લોકોને સમજાય. આજે આ શાળામાં મારા મતે જિલ્લાના સૌથી વધુ ધો. ૧ થી ૬ ના ૬૦૦ બાળકો આ શાળામાં ભણી રહયા છે. મંત્રીશ્રીએ છીરી ગામના સૌ નાગરિકોને ગામની સ્વચ્છતા પર ભાર મૂકી શાળાને પણ સ્વચ્છ રાખવા માટે ટકોર કરી હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા અભિયાન દ્વારા દેશના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા. પ્રવેશોત્સવ હોય કે અન્ય કોઇપણ પ્રસંગમાં મેં શાળાની મુલાકાત લીધી હતી ત્યારે શાળાના મકાનની જરૂરિયાત જણાંતા આ શાળાના નવા મકાન બનવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને જણાવ્યું હતું. આ શાળાનું મકાન માટે બાયર કંપનીએ તેમના સી. એસ. આર. ફંડમાંથી રૂા. ૮૨.૮૦ લાખ અને સરકારશ્રીની રૂા. ૧.૨૦ કરોડની ગ્રાન્ટ મળી કુલ રૂા. બે કરોડમાં આ પ્રાથમિક શાળાનું ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું અદ્યતન સુવિધાવાળું મકાન તૈયાર કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ આ અવસરે આ મકાન માટે જે જગ્યા હતી તે ખૂબ જ સંકડાશ ભરી હતી તેમ છતાં આ મકાન જે રીતે ડીઝાઇન કરવામાં આવ્યું તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરૂવાની અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.
આ મકાન ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું, દરેક ફલોર પર પાંચ ઓરડા મળી કુલ ૨૦ ઓરડા, ફલોરીંગ મેટ ફીનીશ વિટ્રીફાઇડ ટાઇલ્સ/પોલીસ કોટા, કલર કામ તથા પાણીની ટાંકી અને ટેરેસ પર વોટરપુફ્રીંગ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ડી. બારીયાએ સ્વાગત પ્રવચન અને આભારવિધિ શાળાના શિક્ષિકા મીનાબેને કરી હતી.
કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ શાળાના આર્ચાય તેમજ શિક્ષકગણ અને વિદ્યાથીર્ઓ હાજર રહયા હતા.