ધરમપુર એસ ટી ડેપો અને વનરાજ કોલેજ દ્વારા “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” અભિયાન હાથ ધરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ એસ.ટી.વિભાગીય કચેરી અને વિભાગીય વર્કશોપના વડા વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ અને મધ્યસ્થ કચેરી, અમદાવાદની સુચના મુજબ ડિસેમ્બર – ૨૦૨૩ના ચાર જુદા-જુદા અઠવાડીયા પ્રમાણે “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા”ના સંક્લ્પ હેઠળ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ધરમપુર એસ.ટી. ડેપો ખાતે મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે ધરમપુરની વનરાજ આર્ટ્સ & કોમર્સ કોલેજના સહયોગથી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

કોલેજના વિદ્યાર્થીઓ સાથે ડેપો મેનેજર ભુમિકાબેન પટેલ તેમજ વિભાગીય કચેરીના પરીવહન અધિકારી સ્નેહલભાઈ પટેલે ઉપસ્થિત રહી બસ સ્ટેશન ઉપર અને વર્કશોપ પ્રિમાઈસીસમાં સફાઈ કરી હતી.

જે સફાઈ અભિયાનમાં વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ વતી એન.એસ.એસ.પ્રોગામ ઓફીસર તરીકે ડો. શૈલેષભાઈ રાઠોડ અને પ્રોફેસર નીલાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!