ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકાના નાંધઇ ગામના વચલા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુસર શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા જુદી જુદી વાનગીઓ બનાવી 10 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. નહિ નફો કે નહીં નુકસાન સાથે બાળકોમાં વેપાર કરવાની સૂઝ તેમજ હિસાબી જ્ઞાન વધે તે માટે બાળકોએ આનંદ મેળામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આનંદ મેળાનું ઉદ્ઘાટન ગામના અગ્રણી દલપતભાઈ પટેલ તથા એસએમસી ઉપાધ્યક્ષ વિજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસએમસી સભ્યો અને શાળાના શિક્ષકો નરેન્દ્રભાઈ પટેલ અને જયંતભાઈ પટેલ સાથે મુખ્ય શાળાના આચાર્ય જીતુભાઈ પટેલ વિરેન્દ્રભાઈ પટેલ તથા બાળકોને ગામના અગ્રણીઓ તેમજ ગામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ મેળામાં સ્ટોલ ઉપરથી ખરીદી કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.