ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે તા. ૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૯-૧૫ કલાકે વાપી તાલુકાના છીરી ગામમાં રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી છીરી પ્રાથમિક શાળાનું ઉદઘાટન કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર + ૩ મળી કુલ ચાર ફ્લોરની સ્કૂલ બિલ્ડિંગમાં એક ફ્લોર પર પાંચ ઓરડા અને ચાર ફ્લોર મળી કુલ ૨૦ ઓરડા બનાવવામાં આવ્યા છે. જેમાં ધો. ૧ થી ધો. ૬ સુધીના કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે. જેનાથી છીરી તેમજ આસપાસના ગામના બાળકોને શિક્ષણનો લાભ મળશે.